દેશ અને દુનિયામાં સમયાંતરે ભૂકંપના આંચકા આવી રહ્યા છે.ત્યારે ગુજરાત તેમાં બાકાત નથી રહ્યુ.જેમાં ફરી એખવાર કચ્છમાં ભૂકંપનો આંટકો અનુભવાયો હતો.આજે સોમવારે સવારે 11:38 વાગ્યે ભૂકંપનો ઝટકો અનુભવાયો હતો જેથી લોકો ઘર બહાર દોડી આવ્યા હતા.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.9 નોંધાઈ હતી.તો તેનું કેન્દ્રબિંદુ ભચાઉથી 13 કિલોમીટર દૂર નોંધાયુ હતુ.આ પ્રકારે અવાર નવાર આવતા ધરતીકંપના આંચકાથી લોકોમાં ભય ફેલાય છે.તો તંત્ર માટે પણ આ ચિંતાનો વિષય બની રહ્યો છે.જોકે હાલ તો હળવા આંચકા અનુભવાય છે.પરંતુ મોટો ભૂકંપ આવવાનો ભય સતત સેવી રહ્યા છે.