પટણા હાઈકોર્ટે જાતિ ગણતરી પર સુનાવણી કરતા નિર્ણય સંભળાવ્યો.બિહારમાં સરકાર દ્વારા કરવામાં આવેલા જાતિ સર્વેક્ષણને પડકારતી તમામ અરજીઓને કોર્ટે ફગાવી જેથી બિહારમાં જાતિ સર્વે ચાલુ રહેશે.પટના હાઈકોર્ટમાં જાતિની વસ્તી ગણતરી કરવાના નીતિશ સરકારના નિર્ણય સામે છ અરજીઓ દાખલ કરવામાં આવી.આમાં જાતિ ગણતરી પર પ્રતિબંધ મૂકવાની માંગ કરીહતી.જાતિની ગણતરી અંગે પટના હાઈકોર્ટમાં રાજ્ય સરકાર વતી કહેવાયુ હતું કે સરકારી યોજનાઓનો લાભ લેવા દરેક વ્યક્તિ પોતાની જાતિ જણાવવા આતુર છે.મ્યુનિસિપલ અને પંચાયતની ચૂંટણીઓમાં પછાત જાતિઓ માટે કોઈ અનામત ન હોવાનું ટાંકીને સરકારે કહ્યું કે ઓબીસીને 20 ટકા,એસસીને 16 ટકા અને એસટીને એક ટકા અનામત આપવામાં આવી રહી છે.