દેશના આઠ મુખ્ય ઉદ્યોગોના સંયુક્ત સૂચકાંકમાં ગયા વર્ષના જૂનની સરખામણીએ આ વર્ષે જૂનમાં કામચલાઉ ધોરણે 8.2 ટકાનો વધારો થયો છે.જેમા ખાસ તો સ્ટીલ,કોલસો,સિમેન્ટ,રિફાઇનરી ઉત્પાદનો,કુદરતી ગેસ,ખાતર અને વીજળીનું ઉત્પાદન ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ આ વર્ષે જૂનમાં વધ્યું છે.વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર,આ આઠ મોટા ઉદ્યોગો ઔદ્યોગિક ઉત્પાદનના સૂચકાંકમાં 40.27 ટકા હિસ્સો ધરાવે છે.તે જ સમયે,એપ્રિલથી જૂન,2023-24ના ત્રિમાસિક ગાળા દરમિયાન આઠ મુખ્ય ઉદ્યોગોનો સંચિત વૃદ્ધિ દર કામચલાઉ રીતે 5.8 ટકા અંદાજવામાં આવ્યો છે.