થોડા દિવસ રાહત આપ્યા બાદ દેશમાં ચોમાસું ફરી એક વખત એક્ટિવ થવા જઈ રહ્યું છે.આ વખતે ચોમાસું પહેલાંથી પણ વધુ ખતરનાક બનીને તબાહી મચાવશે તેવી ભયાનક આગાહી કરવામાં આવી છે.ભારતીય હવામાન વિભાગ એટલે IMD એ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં આગામી પાંચ દિવસ સુધી અનરાધાર વરસાદનું એલર્ટ જારી કર્યું છે.ખાસ કરીને ઉત્તરપ્રદેશ, બિહાર,ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં વરસાદ ફરી મોટા પાયે તબાહી સર્જી શકે છે એવી દહેશત વ્યક્ત કરવામાં આવી છે.હવામાન વિભાગે હિમાચલ પ્રદેશમાં ૩ ઓગસ્ટથી ભયાનક વરસાદનું એલર્ટ જારી કર્યું છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ૩ ઓગસ્ટની આસપાસ વરસાદ શિમલામાં મોટા પાયે તારાજી મચાવી શકે છે.