ગુજરાતમાં ચોમાસુ જામ્યુ છે અને હવે લોકો મેઘરાજાને થોડો સમય ખમૈયા કરવા વિનવી રહ્યા છે.જોકે આવતી કાલથી ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે.ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં 79 ટકા વરસાદ થઈ ચૂક્યો છે.જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 135 ટકા વરસાદ નોંધાયો.સૌરાષ્ટ્ર પંથકમાં 109 ટકા વરસાદ ખાબક્યો.તો વળી દક્ષિણ ગુજરાતમાં 68.77 ટકા,ઉત્તર ગુજરાતમાં 66.38 ટકા અને સૌથી ઓછો મધ્ય ગુજરાતમાં 62.59 વરસાદ નોંધાયો.રાજ્યના મોટા ભાગના ડેમ છલોછલ થયા છે.જેમાં 207 માથી 61 જળાશયો 100 ટકા ભરાયા છે.તો 28 જળાશયો 90 થી લઈ 100 ટકા ભરાયા છે.તો રાજ્યના 89 જળાશયો હાઈ એલર્ટ પર છે.