ગુજરાતમાં હાલ વરસાદનું જોર ઘટ્યું છે.ત્યારે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.રાજ્યમાં હવામાન વિભાગની આગાહી જોતાં આગામી ત્રણ દિવસ હળવાથી મધ્યમ વરસાદ પડશે એટલે હજુ પણ લોકો વરસાદનો ધમાકેદાર ચોથો રાઉન્ડ શરૂ થયા તેની પહેલાં થોડીક નિરાંત અનુભવશે.સ્થાનિક હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતમાં આગામી 3 દિવસ વરસાદી માહોલ યથાવત્ રહેશે.આજે બનાસકાંઠા,પાટણ,મહેસાણામાં વરસાદની આગાહી છે.આ સાથે જ આજે સાબરકાંઠા,અરવલ્લી,ખેડા,અમદાવાદ,આણંદ,વડોદરા અને પંચમહાલમાં વરસાદની સંભાવના છે.આજે દાહોદ,મહીસાગર અને છોટાઉદેપુરમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.હવામાન વિભાગ અનુસાર ઉત્તર ગુજરાત તરફ સાયક્લોનિક સ્ટક્યુલેશન બનશે.સર્ક્યુલેશની અસર સમગ્ર ગુજરાતમાં જોવા મળશે.ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સામાન્ય વરસાદ નોંધાશે.