પર્યાવરણના જતન અને નવીન વનોના નિર્માણ માટે તત્કાલીન મુખ્યમંત્ર અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નવતર અભિગમ દાખવીને રાજયના જિલ્લાઓમાં સાંસ્કૃતિક વનોનું નિર્માણ કર્યું.જે અતર્ગત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 74માં રાજ્ય કક્ષાના વન મહોત્સવની ઉજવણી ૩જી ઓગસ્ટે પંચમહાલમાં કરાશે.પાવાગઢથી 6 કિલોમીટરના અંતરે જેપુરા ખાતે વિરાસત વનની બાજુમાં 1.1 હેકટર વિસ્તારમાં ગોધરા સામાજીક વનીકરણ વિભાગે વૈજ્ઞાનિક ઢબે વન કવચનું નિર્માણ કર્યુ છે.જેનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે.મુખ્યમંત્રીની સાથે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ બાદ મહાનુભાવો વન કવચ સંકુલની મુલાકાત પણ લેશે.વર્ષ ૨૦૧૧માં રાજ્ય કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરી અને “વિરાસત વન” સ્વરૂપે સાંસ્કૃતિક વનની ભેટ આ પવિત્ર શક્તિપીઠના નાગરિકોને આપી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 1.1 હેકટર વિસ્તારમાં નિર્માણ પામેલા જેપુરા-વન કવચનું કરાશે લોકાર્પણ,ક્રોકોડાઇલ રેસ્ક્યુ સેન્ટર-પાવાગઢનું પણ ઈ-લોકાર્પણ કરાશે
રાજયમાં પર્યાવરણના જતન અને નવીન વનોના નિર્માણ માટે તત્કાલીન મુખ્યમંત્ર અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નવતર અભિગમ દાખવીને રાજયના વિવિધ જિલ્લાઓમાં સાંસ્કૃતિક વનોનું નિર્માણ કર્યું છે.જે અતર્ગત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 74માં રાજ્ય કક્ષાના વન મહોત્સવની ઉજવણી ૩જી ઓગસ્ટના રોજ પંચમહાલ જિલ્લામાં કરાશે.
પાવાગઢથી માત્ર 6 કિલોમીટરના અંતરે જેપુરા ખાતે વિરાસત વનની બાજુમાં 1.1 હેકટર વિસ્તારમાં ગોધરા સામાજીક વનીકરણ વિભાગ દ્વારા વૈજ્ઞાનિક ઢબે વન કવચનું નિર્માણ કરાયું છે જેનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે.મુખ્યમંત્રીની સાથે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ બાદ મહાનુભાવો વન કવચ સંકુલની મુલાકાત પણ લેશે.
ભારત ઔષધી અને જડીબુટ્ટીઓની સમૃદ્ધિ ધરાવતો દેશ છે.જેમાં પાવાગઢ જેવી શક્તિપીઠ ખાતે મા મહાકાળીએ અઢળક ઔષધિઓ ખજાના સ્વરૂપે આપણને ભેટ આપી છે,જેની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ નોંધ લીધી અને વર્ષ 2011માં રાજ્ય કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરી અને “વિરાસત વન” સ્વરૂપે સાંસ્કૃતિક વનની ભેટ આ પવિત્ર શક્તિપીઠના નાગરિકોને આપી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે દ્વારકા ખાતે નિર્માણ પામનાર સાંસ્કૃતિક વન-હરસિધ્ધિ વનનું ઈ- ખાતમુર્હુત,દીપડા ગણતરી પુસ્તિકાનું વિમોચન,ક્રોકોડાઇલ રેસ્ક્યુ સેન્ટર-પાવાગઢ અને ક્રાકજ એનિમલ કેર સેન્ટર-પાલીતાણાનું ઈ-લોકાર્પણ,નડાબેટ-બનાસકાંઠા ખાતે વરું સોફ્ટ રિલીઝ સેન્ટરનું ઈ-લોકાર્પણ તથા સહભાગી વન વ્યવસ્થા મંડળી ઓને સહાય ચેક વિતરણ કરાશે.