ગુજરાતમાં ઘણા લાંબા સમયથી સતત વરસાદ પડી રહ્યો છે.હવે લોકો મેઘરાજાને વિરામ લેવા વિનંતી કરી રહ્યા છે.તે વચ્ચે હજુ પણ રાજ્ય હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 3 દિવસ વરસાદી માહોલ યથાવત્ રહેશે.રાજ્યમાં આજે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા,પાટણ,મહેસાણા,સાબરકાંઠા,અને અરવલ્લીમાં વરસાદની આગાહી છે.તો વળી ખેડા,અમદાવાદ,આણંદ,વડોદરા અને પંચમહાલમાં પણ વરસાદની સંભાવના છે.સાથે જ દાહોદ,મહીસાગર અને છોટાઉદેપુરમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.આ ઉપરાંત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદને આગાહી કરી છે કે,સૌરાષ્ટ્ર,દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં વરસાદ રહેશે જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 2 થી 5 ઓગસ્ટ સુધી વરસાદ રહેશે.