ગુજરાતના
ખેડૂતો સમૃદ્ધ બની દેશના આર્થિક વિકાસના ભાગીદાર બને તે દિશામાં રાજ્ય સરકાર તબક્કાવાર
ખેડૂતહિતલક્ષી નિર્ણયો લઈ રહી છે.તેવામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ
તેમજ કૃષિમંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શનથી રાજ્યમાં બાગાયત ખેતી કરતા ખેડૂતોના હિતમાં
વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.જેના ભાગરૂપે બાગાયત ખેતી કરતા ખેડૂતોના
હિતાર્થે વર્ષ 2023-24ના અંદાજપત્રમાં રૂ.40 કરોડની
જોગવાઈ સાથે જાહેર કરાયેલી યોજના અમલમાં મૂકાઇ છે.ત્યારે હવે આપણા ખેડૂતો ચીલા ચીલુ
ખેતીથી આગળ વધી બાગાયતી ખેતી કરતા થાય તે આવશ્યક છે અને સરકારનો પણ તેવો જ અભિગમ છે.