વારાણસીના જ્ઞાનવાપી ASI સર્વેને લઈને અલ્હાબાદ હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપતા ASI સર્વે પર સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો.એટલુ જ નહી મુસ્લિમ પક્ષની અરજીને ફગાવીને કેમ્પસના ASI સર્વેને લીલી ઝંડી આપી છે.ત્યારે ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ અલ્હાબાદ હાઈકોર્ટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ASI ને વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ સંકુલનું સર્વેક્ષણ કરવાની મંજૂરી આપી તેને લઈ પોતાનું નિવેદન આપ્યુ છે.તેમણે જણાવ્યુ કે હું અલ્હાબાદ હાઈકોર્ટના ઓર્ડરનું સ્વાગત કરું છું.મને વિશ્વાસ છે કે ASI સર્વે સત્ય બહાર લાવશે અને વિવાદનો ઉકેલ લાવશે.