રાજ્યભરમાં વરસાદે લગભગ વિરામ લઈ લીધો છે. ક્યાંક છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. કેટલીક જગ્યાએ વરસાદી ઝાપટાનું જોર છે.ગુજરાતમાં ત્રીજો રાઉન્ડ પૂરો થયો છે. હવે ચોથા રાઉન્ડની રાહ જોવાઈ રહી છે. આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે કે ગુજરાતમાં શ્રાવણ અમાસથી ભાદરવા મહિના સુધી વરસાદ થશે.