લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર
બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષને આડેહાથ લીધા હતા.તેમણે કહ્યુ કે દેશની જનતાએ
અમારી સરકારમાં વારંવાર વિશ્વાસ વ્યક્ત કર્યો અને હું અહીં દેશના કરોડો લોકોનો આભાર
વ્યક્ત કરવા આવ્યો છું.હું જોઉં છું કે વિપક્ષે નક્કી કર્યું છે કે લોકોના આશીર્વાદથી
NDA અને BJP અગાઉના
તમામ રેકોર્ડ તોડીને જોરદાર જીત સાથે પાછા આવશે.
તેમણે
જણાવ્યુ કે ભગવાન ખૂબ જ દયાળુ છે અને તે કોઈને કોઈ રીતે તેમની ઈચ્છા પૂરી કરે છે.હું
તેને ઈશ્વરનો આશીર્વાદ માનું છું કે તેમણે વિપક્ષને સૂચવ્યું અને તેઓ પ્રસ્તાવ લઈને
આવ્યા.મેં 2018 માં અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન કહ્યું હતું કે આ અમારા માટે ફ્લોર ટેસ્ટ
નથી પરંતુ આ તેમના માટે ફ્લોર ટેસ્ટ છે અને પરિણામે તેઓ ચૂંટણી હારી ગયા.
વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ કહ્યુ કે દેશની જનતાએ અમારી સરકારમાં વારંવાર વિશ્વાસ વ્યક્ત કર્યો
છે અને હું અહીં દેશના કરોડો લોકોનો આભાર વ્યક્ત કરવા આવ્યો છું.હું જોઉં છું કે વિપક્ષે
નક્કી કર્યું છે કે લોકોના આશીર્વાદથી NDA અને BJP અગાઉના
તમામ રેકોર્ડ તોડીને જોરદાર જીત સાથે પાછા આવશે.ભગવાન ખૂબ જ દયાળુ છે અને તે કોઈને
કોઈ રીતે તેમની ઈચ્છા પૂરી કરે છે. હું તેને ભગવાનનો આશીર્વાદ માનું છું કે ભગવાને
વિપક્ષને સૂચવ્યું અને તેઓ પ્રસ્તાવ લઈને આવ્યા.મેં 2018 માં અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન
કહ્યું હતું કે આ અમારા માટે ફ્લોર ટેસ્ટ નથી પરંતુ આ તેમના માટે ફ્લોર ટેસ્ટ છે અને
પરિણામે તેઓ ચૂંટણી હારી ગયા:.
એવા ઘણા
બિલો હતા જે ગામડાઓ,ગરીબો,દલિતો,પછાત,આદિવાસીઓ, તેમના
કલ્યાણ અને ભવિષ્ય માટે હતા.પરંતુ વિપક્ષ તેની ચિંતા કરતા નથી.વિપક્ષના આચરણ અને વર્તનથી
સાબિત થઈ ગયું છે કે તેમના માટે દેશ કરતા પાર્ટી મોટી છે,દેશ કરતા
પાર્ટી મોટી છે,પાર્ટી પહેલા પ્રાથમિકતા છે.દેશ હું
સમજું છું કે તમને ગરીબોની ભૂખની ચિંતા નથી,તમે સત્તાના
ભૂખ્યા છો.