હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગના અનુમાન મુજબ આજે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે.તો મોટાભાગના વિસ્તારોના વાતાવરણમાં બદલાવ આવશે.રાજ્યમાં વરસાદની સંભાવનાની વાત કરીએ તો સૌરાષ્ટ્ર પંથકમાં પવન સાથે વરસાદની શક્યતા છે.આગાહીને પગલે જામનગર,રાજકોટ સહિતના શહેરોના વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો.ઉપરાંત વલસાડ,તાપી,ડાંગ,સુરત,નવસારી,નર્મદામાં પણ સામાન્ય વરસાદની વકી છે.સાથે જ ભરૂચ,વડોદરા,છોટાઉદેપુરમાં પણ વરસાદ થઈ શકે અને દાહોદ,પંચમહાલ,ખેડામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.વરસાદે વિરામ લેતા વરાપ નીકળવાથી ખેડૂતો પોતાની કામગીરીમાં જોતરાયા છે.જોકે પાંચેક દિવસ ભારે વરસાદની કોઈ શક્યતા નહીવત છે પરંતુ 20 ઓગસ્ટ બાદ સારો વરસદ પડી શકે છે.