દેશ માટે પોતાનું જીવન ન્યોછાવર કરનારા’વીરો’ને શ્રદ્ધાંજલિ આપવા રાષ્ટ્રવ્યાપી અભિયાન‘મારી માટી મારો દેશ’નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાપીથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો જેને વ્યાપક જનપ્રતિસાદ સાંપડયો છે.
અભિયાનના બે દિવસમાં રાજ્યના 5501 ગામોમાં મહાનુભાવો-પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ‘મારી માટી મારો દેશ’અભિયાનના પાંચ થીમ આધારીત કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી છે.
બે દિવસમાં અંદાજિત 6,11,491 ગ્રામજનોએ સહભાગીતા નોંધાવી.રાજ્યભરમાં 09 ઓગષ્ટથી 15 ઓગષ્ટ સુધી ગ્રામીણ સ્તરે,વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું અને 16 ઓગસ્ટ 2023થી તાલુકા,નગરપાલિકા,મહાનગરપાલિકા અને રાજ્ય સ્તરે કાર્યક્રમો યોજાશે.
રાજ્યના યુવાનોમાં રાષ્ટ્રભાવના પ્રબળ બને એ આશયથી આ અભિયાનમાં સૌ નાગરિકોને સહભાગી બનવા સરકારે અનુરોધ કર્યો જેને ગ્રામીણ વિસ્તારમાં સારો પ્રતિસાદ પ્રાપ્ત થયો છે.
આ અભિયાનના બે દિવસો દરમિયાન થયેલ પાંચ થીમ આધારીત કાર્યક્રમોની ગ્રામીણ કક્ષાએ થયેલ ઉજવણી દરમિયાન 5501 ગ્રામ પંચાયતોમાં કાર્યક્રમો યોજાયા હતા.જેમાં 52,215 શીલાફલકમની સ્થાપના કરાઈ છે.જ્યારે વસુધાવંદનમાં 4,06,025રોપાઓનું વાવેતર કરાયું છે. દેશની આઝાદી માટે શહાદત વહોરનાર 15,130 શહિદ વીરો અથવા તેમના પરીવારોનું સન્માન કરાયું છે.આ ઉપરાંત રાષ્ટ્રપ્રેમને ઉજાગર કરતી પંચપ્રણની 3,64,607 સેલ્ફીઓ અપલોડ થઇ છે.