કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે.જેના પ્રથમ દિવસે તેઓ સરહદી કચ્છની મુલાકાતે પહોંચ્યા હતા.જ્યાં ગાંધીધામમાં અમિત શાહે કંડલા ઇફ્કોના નેનો DAP પ્લાન્ટનું ભૂમિ પૂજન કર્યુ.તેમણે ભૂમિપૂજન કરીને સંબોધનમાં ખેડૂતોને આશ્વાસન આપ્યુ કે નેનો DAPના કારણે ખેડૂતોની જમીનને જરા પણ નુકસાન નહીં થાય.તેમણે ઉમેર્યુ કે ભારત વિશ્વને પ્રાકૃતિક ખેતીનો રસ્તો બતાવશે.તેમણે જણાવ્યુ કે આ પ્લાન્ટ થકી વિદેશોમાં પણ વિવિધ પેદાશોની નિકાસ કરવાનું લક્ષ્ય છે.6 કરોડની DAPની બોટલ વિદેશથી કરવી પડતી અનાજની આયાતને ઘટાડી દેશને હવે ઘઉં-ચોખા વિદેશથી લાવવાની જરૂર નથી. હવે દેશના ખેડૂતોને સમૃદ્ધ કરવાનું લક્ષ્ય છે.