મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતે યુવાનોના સર્વાંગી વિકાસ માટે અનેકવિધ યોજનાઓ હાથ ધરી.દેશભરના યુવાનો સ્ટાર્ટઅપ્સની દિશામાં આગળ વધી રહ્યા છે ત્યારે રાજ્યના યુવાનોને નવીન સ્ટાર્ટઅપ્સ શરૂ કરવા પ્રોત્સાહન મળે તે દિશામાં ગુજરાત સરકારે કામ કર્યું.દેશમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વિકસિત કરવા તેમજ દેશના યુવાનો‘જોબ સીકર’ને બદલે ‘જોબ ગિવર’ બને તે ઉદ્દેશથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘સ્ટાર્ટઅપ ઈન્ડિયા’ મિશન શરૂ કર્યું આ મિશન માટે કામ કરવામાં ગુજરાત મોખરે રહ્યું.મુખ્યમંત્રીના નેતૃત્વમાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી 2.0 SSIP 2.0 જાહેર કરાઈ.સ્ટાર્ટઅપ્સ માટે સુવિધાઓ વિકસિત કરવામાં ગુજરાત એક કદમ આગળ વધી રહ્યું છે.SSIP હેઠળ સ્થાપિત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન હબ i-Hub અત્યાધુનિક સેન્ટરનું ઉદ્ઘાટન થશે.