ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે ભારત સરકારે “આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યુ.જે અંતર્ગત શિક્ષણ વિભાગ હસ્તકની ઉચ્ચ શિક્ષણની કચેરી તથા રાજ્ય NSS સેલ દ્વારા રાજ્ય કક્ષાની ચિત્ર,નિબંધ તથા વકૃત્વ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન ગાંધીનગર ખાતે સેક્ટર-15માં આવેલી વાણિજ્ય કોલેજમાં કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધાઓમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને આજે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. ઋષિકેશ પટેલે જણાવ્યું કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે પહેલેથી ગોલ સેટ કરી દેશના વિકાસને વૈશ્વિક સ્તરે લઈ જવાનું કાર્ય કર્યું છે,તેવી જ રીતે વિદ્યાર્થીઓએ પણ વિદ્યાર્થી કાળ દરમિયાન પોતાનો ગોલ સેટ કરી તે દિશામાં આગળ વધવું જરૂરી છે.યુવાનોના હાથમાં દેશનું ભવિષ્ય છે ત્યારે ભારતને વિશ્વગુરૂ બનાવવાની કલ્પનાને સાકાર કરવા યુવાનોએ આગળ આવી દેશહિતમાં કાર્યો કરવા પડશે.
તેમણે ઉમેર્યું કે,દેશમાં અમૃત મહોત્સવ પૂરો થયો પરંતુ દેશનો અમૃત કાળ શરૂ થયો છે.મારી માટી મારો દેશ માત્ર કાર્યક્રમ નથી પરંતુ સમગ્ર દેશના વિભિન્ન વિસ્તારોમાંથી માટી એકત્ર કરી એક જ સ્થળે પ્રસ્થાપિત કરી દેશને એક કરવાનું શ્રેષ્ઠ કર્મ છે.તો આ પ્રસંગે મહાનુભાવોએ કોલેજના સંકુલમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.