છેલ્લા કેટલાક દિવસોના વિરામ બાદ હવે વળી પાછી વરસાદની વકી હવામાન વિભાગે કરી છે. જે અનુસાર રાજ્યમાં આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે.તો સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે.સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદ થશે છે.ઉપરાંત દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવવાની શક્યતા જોવાઈ રહી છે. જેના કારણે આવતીકાલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.રાજસ્થાન તરફ એક સિસ્ટમ સક્રિય છે.આ સર્ક્યુલેશનના કારણે સામાન્ય વરસાદ પડી શકે છે. બીજી તરફ વરસાદની આગાહી કરતા અંબાલાલ પટેલે કહ્યું હતું કે,15 ઓગસ્ટ સુધી રાજ્યનાં જુદા જુદા ભાગોમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે.તો જન્માષ્ટમી દરમિયાન પણ રાજ્યના કેટલાક ભાગોમાં ઝાપટા પડવાની શક્યતા છે.શ્રાવણ અમાસથી ભાદરવા મહિના સુધી વરસાદ રહેશે.