15 ઓગસ્ટ એટલે કે દેશના સ્વતંત્રતા દિવસ પ્રસંગે આ વખતે વધુ એક ગુલામીના પ્રતિકને અલવિદા કરાશે.આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલાથી રાષ્ટ્રધ્વજ ફરકાવશે ત્યારે પ્રથમ વખત 21 તોપની સલામી સ્વદેશી હશે.જી હા આ વખતે સ્વદેશી 105mm ઈન્ડિયન ફિલ્ડ ગનથી સલામી આપવામાં આવશે.નોંધનિય છે કે અત્યાર સુધી પરંપરાગત 25 પાઉન્ડ બ્રિટિશ તોપોનો સલામી માટે ઉપયોગ કરવામાં આવતો.જોકે હવે આ પરંપરાનો અંત આવશે અને હવે 25 પાઉન્ડ બ્રિટીશ તોપનું સ્થાન 105 mm ઈન્ડિયન ફિલ્ડ તોપ લેશે.હવે પછી મહત્વના હોય તેવા તમામ રાષ્ટ્રીય પ્રસંગોમાં સલામી માટે 105 mm ઈન્ડિયન ફિલ્ડ ગનનો ઉપયોગ કરવામાં આવશે.ગયા વર્ષે સ્વતંત્રતા દિવસ પ્રસંગે ભારતમાં બનેલી ATAGSને 21 તોપોની સલામી માટે રજૂ કરવામાં આવી હતી.