વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના ભાગલા દરમિયાન જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને ભાગલા ભયાનક સ્મૃતિ દિવસના અવસર પર તે સમયગાળામાં લોકોની વેદનાઓને યાદ કરી હતી.તેમણે જણાવ્યું હતું કે ભાગલા દરમિયાન જીવ ગુમાવનારા ભારતીયોને યાદ કરવાનો આ પ્રસંગ છે, નોંધનિય છે કે તે સમયે મોટા પાયે સાંપ્રદાયિક હિંસા ભડકી હતી.આ દિવસ એ લોકોના વિપત્તિ અને સંઘર્ષની યાદ અપાવે છે જેમને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી,તેમ તેમણે શ્રદ્ધાંજલિ આપતા કહ્યું હતું.