કોંગ્રેસના સાંસદ રણદીપ સુરજેવાલાએ આપેલા ભાજપને મત આપે છે અને ભાજપના સમર્થક છે તેઓ રાક્ષસી સ્વભાવના છે.હું મહાભારતની આ ભૂમિને શ્રાપ આપું છું. તેવા નિવેદન સામે હવે ભાજપની તિખિ પ્રતિક્રિયા આવી છે.ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ રણદીપ સુરજેવાલાને જવાબ આપતા જ્ણાવ્યુ કે કોંગ્રેસે તમામ હદો વટાવી દીધી છે.’અફઝલ ગુરુ’ને ‘અફઝલ ગુરુજી’ કહેનારા રણદીપ સુરજેવાલાએ અને તેમના પક્ષના સભ્ય ‘ઓસામા’ને ‘ઓસામાજી’ કહીને હવે ભારતીય મતદારોનો દુરૂપયોગ શરૂ કર્યો છે.કોંગ્રેસ પક્ષ વિદેશની ધરતી પર કહે છે કે લોકશાહી મરી ગઈ છે અને ‘ભારત માતા’ની હત્યા થઈ છે.હવે રણદીપ સુરજેવાલા કહી રહ્યા છે કે જે લોકોએ ભાજપને વોટ આપ્યા તે રાક્ષસી સ્વભાવના છે.લોકશાહીમાં નાગરિકો ભગવાનનું સ્વરૂપ છે,પરંતુ કોંગ્રેસ તેમને રાક્ષસ કહી રહી છે. આ દર્શાવે છે કે કોંગ્રેસ અહંકારમાં જીવે છે.