દેશમા જ્ઞાનવાપી દરગાહમાં મંદિર હોવા મામલે વિવિદ સુપ્રીમ કર્ટને આધીન છે.અને હાલ આ અંગે સુપ્રીમ કાર્ટની સૂચના આનુસાર ASI ની ટીમ સર્વે કરી રહી છે.અને રિપેર્ટ તૈયાર કરી રહી છે.તેવામાં હવે કૃષ્ણ જન્મભૂમિનો મામલો પણ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો.કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ નિર્માણ ટ્રસ્ટે પણ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.આ અરજીમાં જ્ઞાનવાપી ખાતે ASI દ્વારા કરવામાં આવતા સર્વેની જેમ જ સ્થળના વૈજ્ઞાનિક સર્વેક્ષણની માંગ કરાઈ છે.તો વળી અરજીમાં વિવાદિત જમીનના સંદર્ભમાં,ધાર્મિક સંદર્ભમાં સ્થળના ધાર્મિક ઇતિહાસ અને મહત્વને સંપૂર્ણ રીતે સમજવા માટે,યોગ્ય વૈજ્ઞાનિક સર્વેક્ષણ અને તેના દ્વારા તેના ભૂતકાળની વ્યાપક તપાસ અને અભ્યાસ જરૂરી હોવાનું જણાવાયુ છે.