દેશનો 77 મો સ્વતંત્રતા દિવસ આવતી કાલે ઉજવાશે.આ નિમિત્તે શ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસ જવાનોને બિરદાવતા વિશેષ સન્માન આપવામાં આવે છે.ત્યારે આ વર્ષે પણ સ્વતંત્રતા દિવસ, 2023ના અવસરે દેશમાંથી કુલ 954 પોલીસ કર્મચારીઓને પોલીસ મેડલ એનાયત કરવામાં આવ્યા છે.તેમા ગુજરાતના 20 પોલીસ અધિકારીઓને મેડલથી સન્માનિત કરવામાં આવનાર છે.રાજ્યમાં 18 પોલીસ કર્મીઓને મેરીટોરીયસ સર્વિસ માટે મેડલ એનાયત કરવામાં આવ્યાં છે.જ્યારે બે પોલીસ કર્મચારીઓને રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરવામાં આવ્યા છે.ADGP ગાંધીનગર ખુર્શિદ મંઝર અલી અહેમદ તથા IB ઓફિસર વિશાલ ચૌહાણને વિશિષ્ટ સેવા બદલ સન્માન કરાશે.નોંધનિય છે કે પરંપરા મુજબ 12 ઓગસ્ટે આ મેડલની જાહેરાત કરવામાં આવે છે.
ગુજરાતમાં મેરીટોરીયસ સર્વિસ માટે સન્માનિત પોલીસ અધિકારીઓની યાદી :
1. ડો. રાજકુમાર પાંડિયન ADGP ( રેલવે)
2. સંદિપસિંહ IGP ( રાવપુરા, વડોદરા)
3. ગિરિરાજસિંહ જાડેજા ( ADSP સીએમ સિક્યુરિટી)
4. ફિરોજ શેખ (ACP અમદાવાદ શહેર)
5. જોબદાસ સુર્યનારાયણપ્રસાદ ગેદ્દમ (ACP અમદાવાદ શહેર)
6. સુરેન્દ્રસિંહ કુંપાવત (DSP પંચમહાલ)
7. મનોજકુમાર પાટીલ (સુરત PSI)
8. પ્રવિણકુમાર દેત્રોજા (વડોદરા PSI)
9.ખીમજી ફાફલ (હેડ કોન્સ્ટેબલ ગાંધીધામ)
10. દિલિપસિંહ સોલંકી (હેડ કોન્સ્ટેબલ અમદાવાદ)
11. ભાર્ગવ દેવમુરારી (દેવભૂમી દ્વારકા)
12. રેખાબેન કેલાટકર (ઈન્ટેલિજન્ટ ઓફિસર, સુરત)
13. ભરતસિંહ ગોહિલ (પીએસઆઈ સુરત)
14. રાજેન્દ્રસિંહ માસાણી (આસિસ્ટન્ટ ઈન્ટેલિજન્ટ ઓફિસર ગાંધીનગર)
15. કિર્તિપાલસિંહ પુવાર (પીએસઆઈ, સુરત)
16. રવિન્દ્ર માલપુરે (એએસઆઈ, વડોદરા)
17. અશોક મિયાત્રા (આસિસ્ટન્ટ ઈન્ટેલિજન્ટ ઓફિસર, સુરત)
18. નિતા જાંગાલ (પીએસઆઈ, ગાંધીનગર)