આપણા દેશના 77 માં સ્વતંત્રતા દિવસની રાજ્ય કક્ષાની વલસાડ ખાતે થઈ રહેલીઉજવણી માં સહભાગી થવા આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ વલસાડમાં છે.ત્યારે પોતાના બાળપણના સંસ્મરણો તાજા કર્યા હતા.મુખ્યમંત્રીએ વલસાડની આવા બાઈ સ્કૂલમાંથી પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું.આજે પોતાના કાર્યક્રમોમાંથી સમય કાઢીને મુખ્યમંત્રી આવા બાઈ સ્કૂલ ગયા હતા અને પોતે ભણતા તે ક્લાસ રૂમ,શાળા મેદાન,પરસાળ વગેરે જગ્યાએ જઈને જૂની યાદો તાજી કરી હતી.ભૂપેન્દ્ર પટેલ પોતાના સહાધ્યાયી મિત્રોને પણ મળ્યા હતા.જ્યારે આવા બાઈ સ્કૂલ પરિવારે મુખ્યમંત્રીને શાળાની તસ્વીર સ્મૃતિ ભેટ રૂપે આપી હતી.મુખ્યમંત્રી વલસાડમાં વિતાવેલી બાળપણની યાદો વાગોળતા ભાવ વિભોર થઇ ગયા હતા.