ગાંધીનગરના સરઢવ ગામ ખાતેથી કેન્દ્રીય રવિવારે કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે ત્રણ હોસ્પિટલને MRI મશિનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.રાજયમાં આરોગ્ય લક્ષી સેવાને વઘુ સુર્દઢ બનાવવા માટે આ સરકાર કટિબદ્ધ છે.ત્યારે અમિત શાહના હસ્તે ગુડાના રૂ.85.30 કરોડના વિવિધ પ્રક્લ્પોના ખાતુમુહૂર્ત અને લોકાર્પણ કર્યા હતા.સમારંભમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે અને રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ સોલા GMERS હોસ્પિટલ, ગાંધીનગર અને વડોદરાની ગોત્રી GMERS હોસ્પિટલને અર્પણ કરવામાં આવેલા MRI મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.