લોકસભા 2024ની આગામી લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પક્ષો સજ્જ થયા છે.ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પણ સક્રિય જોવા મળે છે.ત્યારે અમદાવાદ સ્થિત પ્રદેશ કોંગ્રેસ કાર્યલય ખાતે કોંગ્રેસે લોકસભાની ચૂંટણીની તૈયારી હાથ ધરી છે.કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં બેઠક યજાઈ હતી.જેમાં પ્રદેશના પદાધિકારીઓ, ઉપપ્રમુખ, મહામંત્રી ઉપસ્થિત રહ્યા હતા.બેઠકમાં સંગઠનમાં કામગીરી અંગે ચર્ચા થઈ હતી.સાથે જ સક્રિય કાર્યકરોની કામગીરી સાથે જવાબદારી થશે નક્કી કરવા બેઠકમાં કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે લીધા મહત્વના નિર્ણય લીધા હતા.તો શક્તિસિંહે જનસંપર્ક વધારવાની ટકોર કરી હતી.કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ 33 જિલ્લા અને 8 મહાનગરોની રૂબરૂ મુલાકાત લેશે અને નિષ્ક્રિય પદાધિકારીઓને કામગીરી માંથી મુક્ત કરાશે.