દેશના 77માં સ્વતંત્રતા દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મણિપુર હિંસાનો ઉલ્લેખ કરતા કહ્યું કે,છેલ્લા કેટલાક દિવસોમાં મણિપુરમાં હિંસા ફેલાઈ.માતા-બહેનોના સન્માન સાથે ખિલવાડ કરવામાં આવ્યો,પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી અહીંની સ્થિતિ સામાન્ય થઈ રહી છે. શાંતિ પાછી આવી રહી છે.કેન્દ્ર અને રાજ્ય સરકાર શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે કામ કરી રહી છે.દેશ મણિપુરના લોકોની સાથે છે.શાંતિ દ્વારા જ તેમાંથી બહાર નીકળવાનો રસ્તો મળશે.રાજ્ય અને કેન્દ્ર સરકાર મળીને આ સમસ્યાઓના ઉકેલ માટે ઘણા પ્રયાસો કરી રહી છે.સમગ્ર દેશ આજે મણિપુરની સાથે છે.