દિલ્હીના લાલ કિલ્લાના પ્રાચીર પરથી વડાપ્રધાને રાષ્ટ્રધ્વજને સલામી આપી 77 મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી હતી.સ્વતંત્રતા દિવસના આ મુખ્ય કાર્યક્રમમાં અનેક દિગ્ગજો નેતાઓએ ભાગ લીધો,પરંતુ રાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સમારોહમાં હાજર રહી શક્યા ન હતા.સમારોહમાં ખડગેની ખુરશી ખાલી જોવા મળી હતી.જો કે બાદમાં કોંગ્રેસ તરફથી નિવેદન જારી કરીને આનું કારણ આપવામાં આવ્યું હતું.કે ‘ખડગેએ તેમના ઘરે અને કોંગ્રેસ પાર્ટી ઓફિસ પર તિરંગો ફરકાવવો હતો.આ માટે તે લાલ કિલ્લા પર આયોજિત સમારોહમાં હાજર રહી શક્યા ન હતા.જો તેઓ લાલ કિલ્લાના સમારોહમાં ગયા હોત તો ધ્વજ ફરકાવવા માટે સમયસર ઘરે અને પાર્ટી કાર્યાલય પહોંચી શક્યા ન હોત.સુરક્ષાના કારણોસર તેઓ લાલ કિલ્લામાંથી વહેલા નીકળી શક્યા ન હતા.વધુમાં સ્પષ્ટતા આપી કે તેઓ સાંજે રાષ્ટ્રપતિના નિવાસસ્થાને હાજર રહેશે.