દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીજીની આજે પુણ્યતિથિ છે.વર્ષ 2018માં 16 ઓગસ્ટે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં તેમનું અવસાન થયું હતું.ત્યારે આજે દેશના મહાનુભાવો દિલ્હી સ્થિત ‘સદૈવ અટલ’ સ્મારક ખાતે પહોંચ્યા હતા.જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીને તેમની પુણ્યતિથિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.તો ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે પણ પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ પર અટલ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અટલ સ્મારક પહોંચ્યા અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને તેમની પુણ્યતિથિ પર પુષ્પાંજલિ અર્પણ કરી.તો લોકસાભા સ્પીકર ઓમ બિરલાએ ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ પર ‘સદૈવ અટલ’ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપવા માટે અટલ સ્મારક પહોંચ્યા હતા.આ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ,રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને અન્ય નેતાઓ હાજર હતા. ઉલ્લેનિય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત રત્ન અટલજીના સન્માન માટે દર વર્ષે 25 ડિસેમ્બરે તેમના જન્મદિવસને સુશાસન દિવસ તરીકે ઉજવવા નક્કી કરાયુ છે.