ભારતના સ્વતંત્રતા પર્વ નિમિત્તે બ્રિટનમાં પૂજ્ય સંત અને જાણીતા રામ કથાકાર મોરારી બાપુની રામ કથાનું આયોજન કરવામાં આવ્યુ છે.રામ કથાના મંગલાચરણ પ્રસંગે મોરારી બાપુની રામકથામાં બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક પહોંચ્યા હતા.ઋષિ સુનકે પ્રાસંગિક સંહોધન ‘જય સિયારામ’થી શરૂ કર્યુ હતુ.તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારતના સ્વતંત્રતા દિવસ નિમિત્તે મોરારી બાપુની રામકથામાં હાજર રહેવું એ મારા માટે સન્માન અને આનંદની વાત છે.તેમણે કહ્યું કે તેઓ અહીં UK ના વડાપ્રધાન તરીકે નહીં,પરંતુ એક હિન્દુ તરીકે જોડાયા છે.
બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે વધુમાં કહ્યું, ‘વિશ્વાસ મારા માટે ખૂબ જ અંગત બાબત છે. તે મને મારા જીવનના દરેક પાસામાં માર્ગદર્શન આપે છે. વડા પ્રધાન બનવું એ ખૂબ જ સન્માનની વાત છે, પરંતુ આ સરળ કાર્ય નથી. આપણે મુશ્કેલ નિર્ણયો લેવા પડશે.અને અમારો વિશ્વાસ મને મારા દેશ માટે શ્રેષ્ઠ કરવા માટે હિંમત અને શક્તિ આપે છે.’તેમણે કહ્યું,’જ્યારે હું ચાન્સેલર હતો, ત્યારે 11 ડાઉનિંગ સ્ટ્રીટ પર દિવાળી પર દીવા પ્રગટાવવાની એક અદ્ભુત અને ખાસ ક્ષણ હતી.10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે મારા ડેસ્ક પર ભગવાન ગણેશની સુવર્ણ મૂર્તિ હોવાનું મને ગર્વ છે.
બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે વ્યાસપીઠને વંદન કરી આરતી વગેરે કર્યા હતા.તો મોરારી બાપુના ચરણ સ્પર્શ પણ કર્યા હતા.તો બાપુએ પણ તેમને શિવલિંગ પ્રસાદ રૂપે ભેટ કર્યુ હતુ.બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે મોરારી બાપુને કાળી શાલ પહેરાવી,ત્યારબાદ મોરારી બાપુએ પણ શાલ પહેરાવીને તેમનું અભિવાદન કર્યું હતું.