ઇસ્લામાબાદમાં પાકિસ્તાનની સ્થાનિક અદાલતોએ ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની નવ અરજીઓ ફગાવી દીધી હતી.જેમાં હિંસક વિરોધ અંગે તેમની સામે નોંધાયેલ ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ્સ FIRના સંબંધમાં જામીન માંગવામાં આવી હતી.ઈસ્લામાબાદની આતંકવાદ વિરોધી અદાલતે ATC એ અરજી ફગાવી દીધી હતી.ત્રણ જામીન અરજીઓ અને એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ ADSJ મોહમ્મદ સોહેલે ખાન માટે ધરપકડ પૂર્વે જામીન માંગતી છ અરજીઓ ફગાવી દીધી હતી.પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ PTIના અધ્યક્ષ વિરૂદ્ધ ખન્ના અને બરાકાહુ પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી હતી.