રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ચાલુ મોસમનો કુલ સરેરાશ 80.69 ટકા વરસાદ નોંધાયો છે.જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ 136.0 6 ટકા વરસાદ નોંધાયો છે.સૌરાષ્ટ્રમાં 109.72 ટકા,ઉત્તર ગુજરાતમાં 67.25 ટકા,દક્ષિણ ગુજરાતમાં 71.67 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 64.98 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.
રાજ્યના જળાશયોમાં જળ સંગ્રહની વાત કરીએ તો રાજ્યના કુલ 207 જળાશયો પૈકી 95 જળાશયોમાં 90 ટકાથી વધુ પાણીની આવક જોવા મળી છે.તો 74.24 ટકા જેટલો જળસંગ્રહ થયો છે.જેમાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 2,58,797 MCFT જળસંગ્રહ છે જે કુલ જળસંગ્રહ શક્તિના 77.47 ટકા જેટલો જળસંગ્રહ થયો છે.આ ઉપરાંત ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 73.25 ટકા,મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 49.48 ટકા,દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 75.06 ટકા,કચ્છ ઝોનના 20 જળાશયોમાં 65.68 ટકા તથા સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 83.86ટકા જેટલો જળસંગ્રહ થયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે,રાજ્યમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદના પરિણામે 100 ટકાથી વધુ જળસંગ્રહ થયેલા 64 જળાશયો તથા 90 થી 100 ટકા જળસંગ્રહ થયેલા 31 જળાશયો મળી કુલ 95 જળાશયો હાઈ એલર્ટ પર છે.જ્યારે 80થી 90 ટકા જળસંગ્રહ ધરાવતા 25 જળાશયો એલર્ટ પર અને 70 ટકાથી 80 ટકા જળસંગ્રહ ધરાવતા 14 જળાશયોને સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.