ખેડા જિલ્લાના મહેમદાવાદમાં વિધર્મીના ત્રાસથી એક પરણીતાએ આપઘાત કરી લીધો હોવાની અરેરાટી ભરી ઘટના બની.તોસીફખાન પઠાણ નામના યુવકના ત્રાસથી કંટાળીને એક પરિણીતાએ પોતાનું જીવન ટૂંકાવ્યું.પરિણીતાએ આપઘાત કરતા પહેલા સ્યૂસાઈડ નોટ લખી હતી.જેમાં તેણે તોસીફખાન પઠાણ ફોન અને મેસેજ કરીને બ્લેકમેલ કરતો હોવાનો ઉલ્લેખ કર્યો છે.પોલીસે તોસીફને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.સમગ્ર ઘટનાક્રમની વાત કરીએ તો ગત 14 ઓગસ્ટે મહિલાએ આપઘાત કર્યો જેના મૃતદેહ પાસેથી પોલીસને તપાસ દરમિયાન સ્યૂસાઈડ નોટ મળી આવી હતી.નોટમાં મૃતક મહિલાએ ઉલ્લેખ કર્યો હતો કે ‘હું તોસીફખાન પઠાણના કારણે આત્મહત્યા કરું છું.તોસીફખાન પઠાણે મારી જિંદગી બરબાદ કરી છે.’મહિલાએ સુસાઈડ નોટમાં એવું પણ લખ્યું છે કે,’તોસીફખાન મને બ્લેકમેલ કરીને રૂપિયા માંગતો હતો.મેં રૂપિયા આપવાનો ઈનકાર કર્યો તો તેણે મને અને મારા પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.હું તોસીફખાનના ત્રાસથી કંટાળીને આપઘાત કરું છું.તોસીફ પઠાણનો કેસ બંધ કરશો નહીં,તેને સજા અપાવજો.’