હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મહત્વની આગાહી કરી છે.તે અનુસાર આગામી 72 કલાક માં રાજ્યમાં વરસાદની શક્યતા છે.તેમણે જણાવ્યુ કે રાજ્યના હવામાનમાં આજથી જ પલટો આવશે.તેમણે ઉમેર્યુ કે આજથી મઘા નક્ષત્ર બેસે છે જેથી મંગળની રાશિમાં પરિવર્તન આવશે.સાથે જ તેમણે કહ્યુ કે ઉત્તર ગુજરાત અને મધ્યમ ગુજરાતમાં ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.જેમાં સાબરકાંઠા,હિંમતનગર,પંચમહાલ,દાહોદ અને ગોધરામાં ભારે વરસાદની આગાહી છે.તો મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે.તેમા આણંદ,નડિયાદ,ખેડા,પેટલાદમાં ભારે વરસાદની શક્યતા છે.સાથે જ અમદાવાદના ભગો ગાંધીનગરમાં પણ વરસાદ થશે.ઉપરાંત દહેગામ,માણસા,વિજાપુર,મહેસાણામાં વરસાદ પડી શકે છે.મહત્વનું છે કે અંબાલાલ પટેલ અનુસાર આજથી પાડનાર વરસાદ ખેડૂતો માટે ખૂબ સારો હશે.