હિમાચલ પ્રદેશમાં કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે.જે રોકાવાનું નામ નથી લઈ રહ્યો.રાજ્યમાં અવાર નવાર ભૂસ્ખલન અને પૂરની હોનારત સર્જાય છે.જેના લીધે જન-જીવનને માઠી અસર થઈ છે.હિમાચલ પ્રદેશની સરકાર અનુસાર અત્યાર સુધીમાં કુલ 71 લોકો મૃત્યુ પામ્યા છે જ્યારે 2500થી વધુ લોકોને રેસ્ક્યૂ કરાયા છે.સાથે જ આ પ્રકારની હોનારતોથી રાજ્યને 7500 કરોડ થી વધુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.તેમાં પણ શિમલાતી હાલત ખૂબ જ કફોડી બની છે.પોંગ ડેમથી પાણી છોડવામાં આવતા કાંગડા જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ.લોકોને ઝડપથી સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા.શિમલામાં તો અસ્તિત્વનું જ જોખમ ઊભું થયા હોય તેવા અહેવાલ મળી રહ્યા છે.ત્યાં પણ ભૂસ્ખલન અને ભારે વરસાદની ઘટનાઓએ વિનાશ વેર્યો.