ગુજરાતના વિવિધ વિસ્તારોમાં યુવાવસ્થામાં જ હાર્ટ એટેકના બનાવો ચિતાજનક રીતે વધ્યા છેઅને તેમાં પણ હ્રદય રોગના હુમલાથી લોકો મોતને ભેટી રહ્યા છે જે વધુ ગંભીર છે.લગ્નમાં નાચતા,ક્રિકેટ રમતા,વાહન ચલાવતા કે જીમમાં કસરત કરતા હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે.ત્યારે ગુજરાતમાં વધુ બે યુવકોના હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું સામે આવ્યુ છે.રાજકોટ મહાનગર પાલિકાના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનરનું હાર્ટએટેકથી મૃત્યુ થયું છે,જ્યારે વડોદરાની MS યુનિવર્સિટીના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત થયું છે.થોડા દિવસ અગાઉ જ ગાંધીનગર ખાતે અભ્યાસ કરતા 21 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ નિપજ્યું હતું.