વિશ્વનો સૌ પ્રથમ ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સમિટનું 17 ઓગસ્ટના રોજ મહાત્મા મંદિર ગાંધીનગરમાં ઉદ્ઘાટન કર્યું. મનસુખ માંડવિયાએ જણાવ્યું કે વૈશ્વિક સમિટ આપણા માટે સંવાદમાં જોડાવાની,વિચારોનું આદાનપ્રદાન કરવા સહયોગને પ્રોત્સાહન આપવા અને આંતરરાષ્ટ્રીય ભાગીદારી સ્થાપિત કરવાની પરંપરાગત અને પૂરક દવાના એજન્ડાને આગળ વધારવા માટે સાથે મળીને કામ કરવાની એક અનોખી તક પૂરી પાડશે.