હિમાચલ પ્રદેશમાં વરસાદ અને ભૂસ્ખલનથી ભારે મુશ્કેલી સર્જાઈ છે.અત્યાર સુધીમાં 330 લોકોના મોત થયા છે,જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.13 ઓગસ્ટથી અત્યાર સુધીમાં 74 લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે.રાજ્યમાં અત્યાર સુધીમાં અંદાજિત 7,700 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.શિમલામાં ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 15 લોકોના મૃતદેહ મળી આવ્યા છે.જો કે હજુ પણ 6 લોકો કાટમાળમાં દટાયા હોવાની આશંકા છે.વિસ્તારમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.મંડી શહેરની પ્રખ્યાત તરણા ટેકરી હવે તુટી જવાના આરે પહોંચી ગઈ છે.આ ટેકરીમાં મોટી તિરાડો દેખાય છે.રસ્તાઓમાં મોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે.સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર નજીકમાં બનેલા મકાનો ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે.