સુરતના વાંઝ ગામે બેંકમાં થયેલી લૂંટ મામલે પોલીસે ચાર આરોપીને ઝડપી લીધા છે.લૂંટની ઘટનાને લઈ શહેરમાં ચકચાર મચી હતી.તો પાંચમાંથી ત્રણ લૂંટરૂઓ સીસીટીવીમાં કેદ થયા હતા.જેને આધારે ક્રાઇમ બ્રાંચે લૂંટ કેસમાં ચાર લૂંટારૂઓને ઉત્તરપ્રદેશના લખનઉથી ઝડપી લીધા.તેમજ કુલ રૂ.13.90 લાખમાંથી રૂ.1.30 લાખની રોકડ સહિત રૂ.1,58,900 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે અન્ય લૂંટારૂઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
પોલીસ કમિશનર અજય કુમાર તોમર,એડી.પોલીસ કમિશનર શરદ સિંઘલ,ડીસીપી રૂપલ સોલંકીના માર્ગ દર્શન અને એસીપી ભાવેશ રોજીયાના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશમાં લખનૌથી ચાર આરોપીને ઝડપી પાડ્યા દિશા હિંદ તપાસને આખરે મહેનત રંગ લાવી.ટેક્નિકલ સર્વેલન્સના આધારે તમામ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.
લૂંટારાઓ બે બાઈક પર આવ્યા હતા.આ બાઈક ચોરીની હતી.લૂંટ કરવાના ઇરાદે આવેલા લૂંટારાઓ પહેલા ચોરીની બાઈક લઈ અને ત્યારબાદ બેંકમાં લૂંટની ઘટનાને અંજામ આપી ભાગી ગયા હતા.પાંડેસરા ખાતે આ બાઈક મૂકી રીક્ષાથી સુરત રેલવે સ્ટેશન પહોંચ્યા હતા.બેંકની અંદર લૂંટની ઘટનાથી ચકચાર મચી ગઈ હતી.બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં લૂંટની ઘટનાને અંજામ આપ્યા બાદ લૂંટારાઓ શહેર તરફ ભાગ્યા હતા.આરોપી લૂંટ કરી પાંડેસરા પિયુષ પોઇન્ટ પાસે આ બાઈક મૂકી રિક્ષામાં જતા રહ્યા હતા.ત્યારબાદ રેલ્વે સ્ટેશન પાસે પાંચમાંથી ત્રણ લૂંટરૂઓ સીસીટીવીમાં કેદ થયા હતા.લૂંટની ઘટનાને અંજામ આપ્યા બાદ પોતાના કપડા પણ બદલી નાખ્યા હતા.
લૂંટની ઘટનામાં તપાસ કરી રહેલી પોલીસને જાણવા મળ્યું છે કે બેંકના એક પણ કર્મચારીઓએ લૂંટની ઘટના દરમિયાન પ્રતિકાર કરવાનો પણ પ્રયાસ કર્યો ન હતો.તમામ કર્મચારીઓ લૂંટારાઓ સામે સરેન્ડર થઈ ગયા હતા.આ ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી.એટલું જ નહીં સિક્યુરિટી ગાર્ડ પણ નહોતો.બેંકની અંદર હિન્દી ભાષામાં વાત કરી રહ્યા હતા.જેથી પોલીસને અનુમાન હતું કે લૂંટારા હિન્દી ભાષી છે.યુપી કે બિહારના વતની હોવાના આધારે પણ પોલીસે તપાસ કરી હતી.ત્યારે હવે આ લૂંટ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે.
બેંકમાં લૂંટના કેસમાં પોલીસે અરબાજ ખાન ગુજર,અનુજ પ્રતાપસિંહ ધર્મરાજસિંહ ઠાકોર,ફુરકાન એહમદ મોહમ્મદ ગુજર ઝડપી પાડ્યા હતા.તેમજ મુખ્ય આરોપી વિપિન સિંગ પહેલા સુરતમાં સાડીનો વેપાર કરતો હતો.પોલીસે ચારેય ગુનેગારોને ઝડપી પાડ્યા છે તેઓ પાસેથી પોલીસે એક દેશી બનાવટની પિસ્તોલ અને બે જીવતા કારતુસ તેમજ રોકડા રૂપિયા એક લાખ 30 હજાર મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા 1,58,900 રૂપિયાનો મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા હતા.
ઉત્તર પ્રદેશના અમેઠી અને રાય બરેલી ખાતે ગુપ્તો ઓપરેશન પાર પાડ્યું હતું.પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા સુરત ક્રાઇમબ્રાન્ચની ટીમને 1 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યુ હતુ તેમજ ક્રાઈમ બ્રાન્ચના ઓપરેશન પાર પાડનાર તમામ અધિકારી અને કર્મચારીઓને સાથેનો એક પોલીસ કમિશનરે ગૃપ ફોટો પણ પાડ્યો હતો જેથી કરીને તે અધિકારી અને કર્મચારીઓમાં ઉત્સાહ અને જોશ જોવા મળ્યો હતો.
પોલીસ કમિશનર અજય કુમાર તોમર,એડી.પોલીસ કમિશનર શરદ સિંઘલ,ડીસીપી રૂપલ સોલંકીના માર્ગ દર્શન અને એસીપી ભાવેશ રોજીયાના નેતૃત્વમાં રાજકીય રીતે ખૂબ જાણીતા એવા રાયબરેલીમાં પીઆઇ જયરાજ સિહ ઝાલા તેમની ટીમ મહેનત આખરે રંગ લાવી હતી.જે દિશા વગરની આ લૂંટ પ્રકરણમાં પોલીસે સૌથી મહત્વનું સર્વલન્સ સાથે સીસીટીવી કેમેરાથી લૂંટારૂઓ સુધી પહોંચ્યા હતા અને અશક્ય અને શક્ય બનાવ્યું હતું.