આજે 19 ઓગસ્ટ જેને વિશ્વ ફોટોગ્રાફી દિવસ તરીકે ઓળખવામાં આવે છે.ત્યારે વિવિધ મહાનુભાવોએ આ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી છે.તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી હતી.તેમણે ટ્વિટ કર્યુ કે ફોટોગ્રાફી એટલે ક્ષણને કાયમ માટે સાચવવાની કળા.ઐતિહાસિક ઘટનાઓ,પ્રવાસન સ્થળો, પ્રાકૃતિક સૌંદર્ય,પારિવારિક પ્રસંગો,લાગણીઓ દરેક ચીજો જ્યારે તસવીરમાં સમાય ત્યારે હંમેશ માટે જીવંત થઈ જાય છે.આપણા ગુજરાતની પણ ભૌગોલિક,સાંસ્કૃતિક અને ઐતિહાસિક વિરાસતને ફોટોગ્રાફર્સે કેટલી સુંદર રીતે કેમેરામાં ઝીલી લીધી છે.ફોટોગ્રાફી સાથે સંકળાયેલ સૌને ‘વિશ્વ ફોટોગ્રાફી દિવસ’ની શુભકામના પાઠવું છું.