અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર ગત મહિને સર્જાયેલા અકસ્માતના પડઘા ગુજરાતભરમાં પડ્યા હતા.ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં 9 લોકોના મૃત્યુ થયા બાદ રાજ્યભરમાં પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે છતાં હજુ પણ કેટલાક નબીરાઓને જાણે કાયદાનો કે પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ રોડ પર બેફામ વાહન ચલાવી રહ્યા છે.ત્યારે સુરતમા જાહેર કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ કેમેં 15મી ઓગસ્ટે દાહોદ ખાતેથી મારા રાજ્યના દરેક નાગરિકોને વિનંતી કરી હતી કે આપણી સૌની જવાબદારી છે કે આઝાદીનો સાચો મતલબ સમજીએ, આઝાદીનો મતલબ આઝાદીનો ગેરફાયદો ઉઠાવીને આપણે આ રાહદારી માટે બનાવેલા રસ્તાને રેસિંગ ટ્રેક ન બનાવીએ.ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બેફામ વાહન હંકારતા અને જોખમી સ્ટંટ કરતા લોકોને સલાહ આપતા જણાવ્યું કે,સ્ટંટનો શોખ હોય તો આર્મીમાં જોડાઈ જાવ.