થોડા વિરામ બાદ રાજ્યમાં ફરીવાર મેઘરાજાની મહેર શરૂ થઈ છે. ત્યારે ખાસ તો અમદાવાદ શહેરમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો.તો હવામાન વિભાગે પણ બે દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરી છે.વરસાદ પડતા વાતાવરણમાં શહેરમાં ઠંડક પ્રસરી હતી.શહેરના નારણપુરા,વાડજ,ચાંદખેડા,સાબરમતી અને એસ.જી હાઇવે પર હળવો વરસાદ થયો હતો.તો રાજ્યના કેટલાક જિલ્લાઓ તેમજ પાટનગર ગાંધીનગરમાં પણ છૂટો છવાયો વરસાદ થયો હતો. નોંધનિય છે કે બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સર્જાતા શહેર સહિત રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા ઊભી થઈ છે.જેને લઈ સ્થાનિક હવામાન વિભાગે આગાહી કરી છે કે,ત્રણ દિવસ સુધી અમદાવાદમાં હળવો વરસાદ પડશે.