ઉત્તરાખંડના પ્રવાસે ગયેલા ગુજરાતી પરિવારને મોટો અકસ્માત નડ્યો હતો.આ અરેરાટી ભરી દુર્ઘટનામાં 7 યાત્રાળુઓના મોત થયા છે જ્યારે 27 લોકો ઘાયલ થયાના સમાચાર છે.ગંગોત્રી નેશનલ હાઈવે પર બસ ખીણમા ખાબકી હતી.તીર્થસ્થાનમના દર્શન અને પ્રવાસે ગયેલા ગુજરાતીઓને નડેલા અકસ્માત અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડ સરકાર સાથે બનાવ અંગે વાત કરી છે.મુસાફરો ભાવનગર શહેર તેમજ જિલ્લાના પાલીતાણા, તળાજા, ત્રાપાજ સહીતનાં હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું છે.રાજ્ય સરકારના ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ના ફોન 079 23251900 પર સંપર્ક કરી શકાશે તેમ રાહત કમિશનર આલોક પાંડેએ જણાવ્યું છે.