જમ્મુ-કાશ્મીરમા આતંકી પ્રવૃત્તિને અંજામ આપવા કેટલાક તત્વો ઘુસણખારી કરવા પ્રયાસ કરતા હોય છે.જોકે આપણા જાંબાજ જવાનો આતંકીઓના આ મનસુબા સફળ થવા દેતા નથી.જમ્મુ-કાશ્મીરમા અનેક વાર સામે પારથી આંતકીઓની ઘુસણખોરીને સેનાએ નિષ્ફળ બનાવી છે.ત્યારે આ પ્રકારનો વધુ એક પ્રયાસ સેનાના જવાનોએ નિષ્ફળ બનાવ્યો છે.મળતી માહિતી મુજબ રવિવારે મોડી સાજે પુલવામાના લૈરો-પરીગામ વિસ્તારમાં આતંકવાદીઓ સાથે અથડામણ થઈ હતી.જેમા સેના અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં બે આતંકવાદીઓ મારાયા છે.જોકે પોલીસ અને સેના દ્વારા આતંકીને ઠાર કરાયાની સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.સેનાએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ હાથ ધરી છે.આ પહેલા ઉત્તર કાશ્મીરના કુપવાડામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી હતી.અહીં સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોએ હથિયારોનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો.