પંજાબ પોલીસે આજે ઘણા વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા અને ઘણા ખેડૂત નેતાઓની અટકાયત કરી હતી. ખેડૂતોએ ચંદીગઢમાં બંધનું એલાન આપ્યું છે અને આજે પહેલા પંજાબ પોલીસે કિસાન મજદૂર સંઘર્ષ સમિતિના ઘણા કાર્યકરોને કસ્ટડીમાં લીધા છે.
કિસાન મજદૂર સંઘર્ષ સમિતિના પ્રદેશ અધ્યક્ષ સુખવિંદર સિંહ સબરાની તરનતારનમાં અટકાયત કરવામાં આવી છે. ખેડૂતોએ પંજાબના અલગ-અલગ ટોલ પ્લાઝા બંધ કરી દીધા છે. ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરની ધરપકડ માટે પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. ઘણા ખેડૂત નેતાઓને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. જેના વિરોધમાં ખેડૂતોએ તરનતારન ટોલ પ્લાઝા પર ધરણા કર્યા છે.
જણાવી દઈએ કે ઘણા ખેડૂત નેતાઓને તેમના ઘરોમાં નજરકેદ કરવામાં આવ્યા છે. સવારે અનેક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે. ખેડૂત સંગઠનોએ 22 ઓગસ્ટે ચંદીગઢને ઘેરો ઘાલવાનું એલાન આપ્યું છે. 16 ખેડૂત સંગઠનો ભેગા થયા છે. ખેડૂતો કેન્દ્ર પાસેથી 50 હજાર કરોડના વિશેષ પેકેજની માંગ કરી રહ્યા છે. આ સિવાય સરકારે ઘગ્ગર સહિતની તમામ નદીઓને ઠીક કરવી જોઈએ. પૂરનું વળતર પ્રતિ એકર 50 હજાર આપવામાં આવે. માર્યા ગયેલા ઢોર માટે 1 લાખનું વળતર. ધરાશાયી થયેલા મકાનો માટે રૂપિયા 5 લાખ અને જાનહાનિ માટે રૂપિયા 10 લાખ આપવામાં આવે.