દક્ષિણ ગુજરાતના રેન્જ આઈ.જી તરીકે ચાર્જ સંભાળવાની સાથે વી.ચંદ્રશેખરે પ્રજા લક્ષી કાર્યો માટે તાબા હેઠળ આવતા પાંચ જિલ્લા સુરત ડાંગ નવસારી તાપી અને વલસાડના એસપી તેમજ તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને કોઈપણ ફરિયાદી કે અરજદાર દ્વારા કરવામાં આવેલી ફરિયાદ વિલંબ કર્યા વગર દાખલ કરવાનો રહેશે જેની અંદર બેન્કિંગ મિલકત સંબંધી જેવા કે ચોરી ઘરફોર,ધાડ,લૂંટ,ચેઇન-મોબાઇલ સ્નેચિગ તેમજ જિલ્લામાં બનતા શરીર સંબંધી ગુનાઓ બંને પક્ષો વચ્ચેના ઝઘડાઓમાં ગુનાની હકીકતમાં જરૂરી તપાસ કરી અંગેના સંપૂર્ણ ખરાઈ કર્યા બાદ યોગ્ય કલમ મુજબનો ગુનો દાખલ કરવો તેમજ તમામ પ્રકારની અરજીઓ સરળ એપ્લિકેશનમાં ઓનલાઇન કરવાની રહેશે.અરજીને કાયદેસર કરવાની સાત દિવસમાં નિકાલ કરવાનો રહેશે તેમજ મહિલા અરજદારને કે સાક્ષીને પોલીસ સ્ટેશન કે પોલીસ ચોકી ખાતે બોલાવો નહીં જેવા ઘણા ભગીરથ કાર્ય પ્રજાલક્ષી કાર્યોમાં કોઈ અધિકારી કે કર્મચારીઓ નિષ્ક્રિયતા અથવા બેદરકારી રાખવામાં આવશે તેની પર શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.