ભારત અને ખાસ કરીને ભારતીય વિજ્ઞાન કેન્દ્ર ISRO માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે.કારણ કે ઈસરોએ અવકાશમાં છોડેલું ચંદ્રયાન-3 આજે સફળતા પૂર્વ ચંદ્રની ધરતી અવતરણ કરશે.તેને લઈને ઈસરોના વૈજ્ઞાનિકો સતત નજર રાખી રહ્યા છે,કે ક્યાંય પણ ચૂક ના થાય.તો બીજી તરફ દેશના લોકો પણ ચંદ્રયાનના સફળ લેન્ડિંગની રાહ જોઈ રહ્યા છે.અને તે માટે દેશ-વિદેશના ભરાતીયો યજ્ઞ તેમજ પૂજા-અર્ચના કરીને ઈશ્વર પાસે પ્રાર્થના કરી રહ્યા છે.જેમાં દેશના જ્યોતિર્લિંગ મહાકાલ ખાતે ભગવાન શિવને ભસ્મની આરતી કરી ચંદ્રયાન માટે પ્રાર્થના કરી,તો અનેક લોકોએ સફળતા માટે વિવિધ પ્રકારે પૂજા કરી રહ્યા છે.તો વળી સાત સમંદર પાર અમેરિકામાં પણ ચંદ્રયાન માટે હવન વગેરે કરવામા આવ્યા હતા.