વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી 2003૨થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે.આ ઉપક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઓગસ્ટ-2023 નો રાજ્યકક્ષાનો સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ ગુરુવાર 24 મી ઓગષ્ટે યોજાવાનો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરૂવારે 24મી ઓગસ્ટે બપોરે ૩-૩૦ વાગ્યે આ રાજ્ય સ્વાગતમાં ઉપસ્થિત રહેશે અને નાગરિકોની રજૂઆતો સાંભળશે.સામાન્ય નાગરિકો,અરજદારો રાજ્ય સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો ગુરૂવારના રોજ સવારે 8:30 થી 11:30 દરમિયાન મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બપોરે 3:30 કલાકે મુખ્યમંત્રી કાર્યાલય જનસંપર્ક એકમમાં ઉપસ્થિત રહીને જૂઆતો સાંભળશે.