સમગ્ર દુનિયામાં ભારત એક માત્ર એવો દેશ બન્યો છે.જે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચ્યો છે.ISRO એ લાોન્ચ કરેલું ચંદ્રયાન-3નું સફળતા પૂર્વક ચંદ્ર પર લેન્ડિંગ થયુ છે.જે ભારતીયો માટે ગૌરવની વાત છે.ત્યારે હવે સંરક્ષણ ક્ષેત્રે પણ ભારતે નવી ઉડાન ભરી છે.
ભારતે સ્વદેશી રીતે નિર્મિત લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ એટલે LCA તેજસથી બુધવારના રોજ ગોવાના દરિયાકાંઠેથી બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ BVR એર-ટુ-એર મિસાઈલ અસ્ત્રનું સફળતાપૂર્વક પરિક્ષણ કર્યુ છે.આ અંગે અધિકારીઓ અનુસાર 20,000 ફૂટની ઉંચાઈએ એરક્રાફ્ટથી મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.રક્ષા મંત્રાલયે જણાવ્યું કે,”લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ LCA તેજસ LSP-7થી 23 ઓગસ્ટના રોજ ગોવાના દરિયા કિનારેથી વિઝ્યુઅલ રેન્જ એર-ટુ-એર મિસાઈલ ‘અસ્ત્ર’નું પરીક્ષણ કરવામાં આવ્યું” મંત્રાલયે કહ્યું કે,ટ્રાયલના તમામ ઉદ્દેશ્યો પૂરા થઈ ગયા છે.રક્ષા મંત્રી રાજનાથ સિંહે સફળ પરીક્ષણ માટે અભિનંદન પાઠવ્યા.તેમણે કહ્યું કે ‘આ પરીક્ષણથી તેજસની લડાયક ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરશે અને આયાતી શસ્ત્રો પર નિર્ભરતા ઘટાડશે.’