ઈસરોએ ચંદ્રયાન-3ને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેડિંગ કરાવીને ઈતિહાસ રચ્યો છે ચંદ્રના સાઉથ પોલ પર લેન્ડરને સોફ્ટ લેન્ડિંગ કરવાનાર વિશ્વનો પ્રથમ દેશ બની ચૂક્યો છે. લેન્ડર વિક્રમે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેંડિગ કર્યા બાદ રોવર પ્રજ્ઞાએ લેન્ડરમાંથી બહાર આવીને ચંદ્ર પર મૂન વૉક કર્યો હતો.
ચંદ્રયાન-3ના ચંદ્ર પર સફળ ઉતરાણ બાદ લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાને તેમનું કામ શરૂ કરી દીધું છે. ઈસરોએ ટ્વીટ કર્યું કે તેણે તેના મૂન લેન્ડર સાથે કોમ્યુનિકેશન લિંક સ્થાપિત કરી છે. ‘વિક્રમ’ લેન્ડરે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યું છે. ઈસરોએ ટ્વીટ કર્યું કે ચંદ્રયાન-3નું રોવર લેન્ડરમાંથી બહાર આવી ગયું છે. ચંદ્ર પર મૂન વૉક કરવાનું શરૂ કરી દીધું છે
વિક્રમ લેન્ડરના સફળ લેન્ડિંગ બાદ ISRO દ્વારા ચંદ્રની પ્રથમ તસવીર શેર કરવામાં આવી હતી. ઈસરોએ ટ્વીટમાં લખ્યું કે ચંદ્રયાન 3 રોવર, મેડ ઈન ઈન્ડિયા, મેડ ફોર ધ મૂન. આ સાથે ઈસરોએ જણાવ્યું કે આ તસવીરો લેન્ડિંગ વખતે લેન્ડર વિક્રમના હોરિઝોન્ટલ વેલોસિટી કેમેરાથી લેવામાં આવી હતી.
ચંદ્ર પર રોવરની શોધ ભવિષ્યને કેવી રીતે બદલશે
ચંદ્ર પર ચંદ્રયાન-3ની શોધ ભવિષ્યની તસવીર બદલી નાખશે. ચંદ્ર પર પાણીની શોધ એ ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે. માનવીને શ્વાસ લેવા માટે હવા અને પીવાનું પાણી ખુબજ જરૂરી છે અને જો ચંદ્ર પર પાણીનો સ્ત્રોત શોધી કાઢવામાં આવશે તો ભવિષ્યમાં રોકેટ ઇંધણ માટે હાઇડ્રોજન અને ઓક્સિજનમાં રૂપાંતરિત કરી શકાય છે. આ અવકાશ યાત્રામાં ક્રાંતિ લાવી શકે છે કારણ કે આ સંસાધનોને પૃથ્વી પરથી લઈ જવાની જરૂર રહેશે નહીં અને લાંબા ગાળાના મિશન શક્ય બનશે.